અમદાવાદ : કંસ્ટ્રક્શનની કામગીરી બપોરે 12 થી 4 બંધ રાખવા AMC નો આદેશ

08 June, 2019 10:42 PM IST  |  અમદાવાદ

અમદાવાદ : કંસ્ટ્રક્શનની કામગીરી બપોરે 12 થી 4 બંધ રાખવા AMC નો આદેશ

અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર

અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને દેશભરમાં હાલ ગરમીનો પારો ઉચો છે. ત્યારે શનિવારે અમદાવાદનું તાપમાન ૪૪.૧ ડીગ્રીને સ્પર્શી ગયું હતું. શહેરમાં આવનારા દિવસોમાં ગરમી ૪પ ડિગ્રીની આસપાસ વધુ રહે તેવી શકયતાને પગલે અમદાવાદ શહેર માટે કોર્પોરેશન તંત્રએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે કંસ્ટ્રકશન સાઇટ પર કામદારો માટે વિશેષ સૂચના અપાઇ છે. જેમાં બપોરે ૧૨થી ૪ કામગીરી બંધ રાખવાની સાથે કામદારો માટે છાશ અને પાણીની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે.

મનપાએ જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ તૈયાર કરી
તંત્રએ આ માટે એક જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ તૈયાર કરી છે જે શહેરની ગમે તે સાઇટ પર જઇને તપાસ કરશે જો સૂચના મુજબ વ્યવસ્થા નહીં કરાઇ હોય તો દંડનીય કાર્યવાહી પણ કરવાની તંત્રએ તૈયારી કરી લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ પ્લાન એક્શન અંતર્ગત જરૂરી સૂચના બહાર પાડવામાં આવી છે. જેમાં કોર્પોરેશનનાં સફાઇ કર્મીઓ બપોરે ૩ વાગ્યાની જગ્યાએ સાંજે ૫ વાગે કામ કરશે. આ ઉપરાંત બગીચામાં છાશનું વિતરણ, બીઆરટીએસ બસ સ્ટોપ અને એમટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનું વિતરણ કરાશે. આ ઉપરાંત તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે ૭ વાગ્યા સુધી ચાલું રાખવા અને હોસ્પિટલમાં બપોરે ૨થી ૪ છાસ વિતરણ કરવા માટે સૂચના અપાઇ છે.

gujarat ahmedabad