હવે અમદાવાદીઓને શિસ્તમાં રાખશે ઈ રિક્ષા સ્ક્વોડ

06 June, 2019 01:02 PM IST  |  અમદાવાદ

હવે અમદાવાદીઓને શિસ્તમાં રાખશે ઈ રિક્ષા સ્ક્વોડ

Image Courtesy: VIjay nehra twitter

કેટલાક મહિનાઓ પહેલા અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ ચલાવી અને થોડા સમય માટે આખા અમદાવાદને ટ્રાફિક મુક્ત કરી દીધું. પરંતુ બાદમાં પરિસ્થિતિ ફરી જૈસે થે જેવી થઈ ગઈ છે. ફરીવાર ટ્રાફિકની સમસ્યા લોકોને નડી રહી છે. પાર્કિંગનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. અને સ્વચ્છતા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે કોલાબ્રેશન કરી અમદાવાદ અને અમદાવાદીઓને શિસ્તમાં રાખવા પ્લાનિંગ કરી લીધું છે.

દબાણ વિરુદ્ધ સક્રિય થશે ટીમ

અમદાવાદમાં ખાસ ઈ રિક્ષા સ્ક્વોડ તૈયાર કરાઈ છે, જે ગંદકી સામે, ગેરકાયદે પાર્કિંગ સામે પગલાં લેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી છે. આખા દેશમાં આ પ્રકારની પહેલી ટીમ છે. આ ટીમ વહેલી સવારથી જ અમદાવાદના રસ્તાઓ પર કાર્યરત થઈ જશે. અમદાવાદના જે જે રોડ પર ટ્રાફિકની સમસ્યા છે, જ્યાં જ્યાં લારી-ગલ્લાવાળાનું દબાણ છે, ત્યાં ત્યાં આ ટીમ કામ કરશે.

સ્વચ્છતા માટે કરશે કામ

આ ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે પણ આ ટીમ કામ કરશે. જ્યાં જ્યાં ગંદકી થતી હશે ત્યાં ત્યાં આ ઈ રિક્ષા સ્ક્વોડ પહોંચીને કાર્યવાહી હાથ ધરશે. મળતી માહિતી પ્રમામે આ ટીમમાં ઈ રિક્ષા ડ્રાઈવરની સાથે પોલીસના બે જવાનો, એસ્ટેટ ખાતાના ઈન્સ્પેક્ટર, હેલ્થ વિભાગના સેનેટરી, સબ ઇન્સ્પેક્ટર, આમ મળી કુલ પાંચ સભ્યો રહેશે.

આ પણ વાંચોઃ ડીજીપીનું જાહેર ‘કબૂલાતનામું’: નશાબંધીને વરેલા ગુજરાતમાં દારૂ વેચાય છે?

આ લોકો સામે લેવાશે પગલાં

આ ટીમ શહેરમાં ટ્રાફિક અને સ્વચ્છતા ઝુંબેશ ઉપાડશે. અમદાવાદના કુલ 48 વોર્ડમાં ટીમના સભ્યો ખૂણે ખૂણે સઘન તપાસ હાથ. તેમજ ગમે ત્યાં કચરો ફેંકનારા કે જાહેરમાં ગમે ત્યાં થૂંકનારા, ગેરકાયદેસર દબાણ કરનાર કે કોઈ પણ રીતે ગંદકી કરનારા લોકો અને દીવાલો ઉપર ગેરકાયદેસર પોસ્ટર લગાવનારા કે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા અને વાહનોનું આડેધડ પાર્કિંગ કરનારા લોકો સામે સ્થળ ઉપર જ દંડનીય કાર્યવાહી કરાશે. 

ahmedabad gujarat news