અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ થતાં ૪ વર્ષ લાગશે

13 February, 2021 03:34 PM IST  |  Ahmedabad | Gujarati Mid day Correspondent

અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ થતાં ૪ વર્ષ લાગશે

પ્રતીકાત્મક તસવીર

વલસાડ તાલુકાના અંડરગોટા ખાતે ચાલી રહેલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં હાઇસ્પીડ રેલવે કૉર્પોરેશન દ્વારા આપવામાં આવેલી આ કામગીરી વધુ ઝડપી બનાવવા કૉર્પોરેશનના એમડી અચલ ખરેએ સાઇટની વિઝિટ લઈને વર્કરોને સેફ્ટી સાથે ઝડપી અને ગુણવત્તાનું કામ આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૦૮.૧૭ કિ.મી.ની હાઇસ્પીડ બુલેટ ટ્રેન બે રાજ્યોને જોડશે. ૫૦૮.૧૭ કિ.મી.ના રૂટમાં ૧૨ જેટલાં સ્ટેશનો અમદાવાદ-મુંબઈ વચ્ચે તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે આવતાં ૨૮ બ્રિજના કૉન્ટ્રૅક્ટ પણ આપી દેવામાં આવ્યા છે. આ એક હજાર ત્રણસો નેવું કરોડ રૂપિયાનો કોન્ટ્રૅક્ટ એલઅૅન્ડટી અને એએચઆઇ ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીને આપવામાં આવ્યો છે.

gujarat ahmedabad mumbai