અમદાવાદમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં

25 June, 2020 11:29 AM IST  |  Ahmedabad | Agencies

અમદાવાદમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં ગઈ કાલે  બપોર બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અનેક દિવસોના ભારે ઉકળાટ બાદ ગઈ કાલે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું હતું અને અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતાં અનેક દિવસોથી ભારે બફારાનો સામનો કરતા અમદાવાદીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. અમદાવાદના અમરાઈવાડી, ઘોડાસર, ઇસનુપર, પાલડી, શાહીબાગ, નારણપુરા, ધરણીધર, નેહરુનગર, ખોખરા, હાટકેશ્વર, વટવા, નિકોલ, નરોડા, વસ્ત્રાલ, એસ.જી. હાઇવે સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એ અગાઉ શહેરમાં કાળાં ડિબાંગ વાદળો છવાયેલાં હતા અને એકાએક ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ઓચિંતો ધોધમાર વરસાદ આવી જતાં બહાર નીકળેલા અમદાવાદીઓએ ઝાડ નીચે આશરો લીધો હતો. ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો આવ્યો હતો. 

gujarat ahmedabad Gujarat Rains