નવસારી, અમરેલી જિલ્લાના 10 તાલુકાઓમાં પણ વર્ષા:આજે અને આવતી કાલે પણ વરસાદની આગાહી

10 June, 2021 01:08 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં વહેલું ચોમાસું બેઠું : મેઘરાજા વલસાડ પહોંચી ગયા

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

ગુજરાતમાં ચોમાસાનો ગઈ કાલથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું બેઠું છે.ગઈ કાલે વલસાડ, નવસારી, અમરેલી જિલ્લાના ૧૦ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં કપરાડામાં બે ઇંચ અને રાજુલામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આજે અને આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત સ્થિત હવામાન વિભાગની કચેરીના ડાયરેકટર મનોરમા મોહંતિએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વલસાડ સુધી મોન્સૂન પહોંચી ગયું છે. આવતી કાલે અને પરમ દિવસે મોટા ભાગે દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ એરિયા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદ રહેશે.’

સૌરાષ્ટ્રના રાજુલા, લાઠી, સાવરકુંડલા પંથકમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજુલામાં તો એક ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો હતો.

Gujarat Rains gujarat ahmedabad navsari