ગુજરાતમાં ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

14 May, 2021 02:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે જેના પગલે અંદાજે સાડાનવથી દસ લાખ વિદ્યાર્થીઓને એનો લાભ મળશે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે જેના પગલે અંદાજે સાડાનવથી દસ લાખ વિદ્યાર્થીઓને એનો લાભ મળશે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોઈ વિદ્યાર્થીઓના આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.’ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ‘રાજ્યની ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ ૧૦ના નિયમિત વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૦ની પરીક્ષામાં બેસનારા રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે.’

gujarat ahmedabad