અમદાવાદઃવહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ

18 June, 2019 11:28 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃવહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ

lmage Courtesy: Shailesh Nayak

અમદાવાદમાં પણ ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડાની અસર ઘટતા ઉત્તર ગુજરાતમાં ચોમાસું ખેંચાઈ શકે છે. પરંતુ આ આગાહીથી વિપરિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા નોકરિયાત લોકોને મુશ્કેલી પડી હતી. અમદાવાદના એસજી હાઈવે, મકરબા, શ્યામલ, વેજલપુર, સરસપુર, બાપુનગર, નિકોલ, મેઘાણીનગર, રાણીપ, થલતેજ, ઘાટલોડીયા,નારણપુરા, રાણીપ, ચાંદલોડીયા, બોડકદેવ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

તો ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના બની છે. મણિનગરમાં વલ્લભ વાડી પાસે ભારે પવનને કારણે મોટું ઝાડ પડવાની ઘટના બની છે. જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ઝાડ પડ્યા બાદ ફાયર ફાઈટરની ટીમે રસ્તો ક્લિયર કર્યો હતો.

આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડા બાદ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં વરસાદી માહોલ

વહેલી સવારથી વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે નોકરિયાત લોકોને મુશ્કેલી પડી હતી. અમદાવાદમાં કુબેરનગર,સૈજપુર, સરદારનગરમાં પણ વરસાદ પડ્યો હતો.

ahmedabad gujarat news