વાહનમાં પાછળ બેસનારે પણ હવે હેલ્મેટ ફરજિયાત પહેરવી પડશે

28 January, 2020 07:21 AM IST  |  Ahmedabad

વાહનમાં પાછળ બેસનારે પણ હવે હેલ્મેટ ફરજિયાત પહેરવી પડશે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકાર દ્વારા હાઈ કોર્ટમાં હેલ્મેટ મુદ્દે ઍફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. એક કેસની સુનાવણીમાં સરકાર પાસે હેલ્મેટ મરજિયાત કરવા મુદ્દે જવાબ માગવામાં આવ્યો હતો, જેના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવા માટે એક મૌખિક સૂચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલ્મેટ ફરજિયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ટૂંક સમયમાં એનો અમલ પણ ચાલુ કરવામાં આવશે.

બીજી તરફ ગુજરાતીઓ માટે બકરું કાઢતાં ઊંટ પેઠા જેવી સ્થિતિ થઈ હતી. એક હેલ્મેટ મરજિયાત કરવાનું દબાણ સરકાર પર કરનારા ગુજરાતીઓ માટે માઠા સમાચાર છે. હવે ગુજરાતી બાઇક ચલાવનારે તો હેલ્મેટ ફરજિયાત પહેરવી પડશે, પરંતુ સાથે-સાથે પાછળ બેઠેલી વ્યક્તિએ પણ ફરજિયાત પણ હેલ્મેટ પહેરવી પડશે. એથી હવે એક હેલ્મેટ ક્યાં સાચવવી એવો કકળાટ કરનારાએ બે હેલ્મેટ લઈને ફરવું પડશે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ વાહનવ્યવહાર મંત્રી આસરી ફળદુએ મૌખિક રીતે શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરી હતી.

gujarat ahmedabad