અમદાવાદ :વોટિંગ માટે વ્હીલચૅરમાં ખાસ ન્યુ ઝીલૅન્ડથી આવ્યાં રશ્મિકા મોદી

24 April, 2019 08:45 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

અમદાવાદ :વોટિંગ માટે વ્હીલચૅરમાં ખાસ ન્યુ ઝીલૅન્ડથી આવ્યાં રશ્મિકા મોદી

રશ્મિકા મોદી

ગુજરાતમાં ગઈ કાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન હોવાથી સાત સમંદર પાર ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડથી મતદાન કરવા માટે રશ્મિકા મોદી વ્હીલચૅરમાં બેસીને અમદાવાદમાં મતદાનમથકમાં આવીને મતદાન કર્યું હતું.

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ગઈ કાલે મતદાન યોજાયું હતું. આ મતદાનમાં પોતાનો મત આપવા માટે ૧૮ વર્ષનાં યુવાન–યુવતીઓથી માંડીને ૧૦૦ વર્ષનાં વૃદ્ધા તેમ જ અશક્ત અને બીમાર મતદારો પણ મતદાન કરવા મતદાન મથકોમાં જોવા મળ્યાં હતાં જેમાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલના મતદાન મથકમાં ન્યુ ઝીલૅન્ડથી ૫૮ વર્ષનાં એક મહિલા વ્હીલચૅરમાં બેસીને મતદાન કરવા આવ્યાં હતાં.

આ પણ વાંચો: રાજકોટ: એક મત માટે ચેતેશ્વરે કર્યો આખી રાતનો ઉજાગરો

મતદાન કરીને વ્હીલચૅરમાં બેસાડીને પોતાની મમ્મીને મતદાન મથકની બહાર લાવેલાં રશ્મિકા મોદીના દીકરા ગુંજન મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીને મેડિકલ સારવાર માટે ઇન્ડિયા લાવવાનાં હતાં, પણ મમ્મીની ઇચ્છા મતદાન કરવાની હતી જેથી અમે એ રીતે શેડ્યુલ ગોઠવી ૧૫ દિવસ પહેલાં ઇન્ડિયા આવ્યાં છીએ. મમ્મીની મતદાન કરવાની ઇચ્છા પૂરી થઈ છે. મારા ફાધર અને મારા મિસિસ સહિત અમારી આખી ફૅમિલીએ મતદાન કર્યું છે.

gujarat ahmedabad Election 2019