ગુજરાતના 23 આઇલૅન્ડ – બેટને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે

28 August, 2019 10:11 AM IST  |  અમદાવાદ

ગુજરાતના 23 આઇલૅન્ડ – બેટને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

પ્રવાસન ક્ષેત્રે અનેકવિધ આકર્ષણ ઊભા કરીને વૈશ્વિક નકશા પર સ્થાન ધરાવતા ગુજરાતમાં હવે ૨૩ આઇલૅન્ડ – બેટને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ૨૩ આઇલૅન્ડમાં વિગતવાર સર્વે હાથ ધરીને પ્રવાસન વિકાસ સાથે પર્યાવરણીય જાળવણી માટે કયા પ્રોજેકટ હાથ ધરી શકાય તે ક્ષેત્રો આઇડેન્ટીફાય કરવા તંત્ર કવાયત હાથ ધરશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આઇલૅન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીની પ્રથમ બેઠકમાં ગુજરાતના ૫૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ૨૩ આઇલૅન્ડ – બેટનો પ્રથમ તબક્કામાં પ્રવાસન ધામ સહિત હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જિયોની ડીટીએચ સર્વિસ ગુજરાતમાં સૌથી પહેલાં કોણ જોશે?

ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબો સમુદ્રકિનારો અને ૧૪૪ જેટલા આઇલૅન્ડ – બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે ત્યારે ભારત સરકારની આઇલૅન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત આ આઇલૅન્ડના સર્વગ્રાહી વિકાસ માટેની ચર્ચા-વિચારણા બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.

gujarat ahmedabad Vijay Rupani