સાબરમતીમાં કચરો ફેંકશો, તો દંડાશો

11 June, 2019 05:20 PM IST  | 

સાબરમતીમાં કચરો ફેંકશો, તો દંડાશો

સાબરમતીમાં કચરો ફેંકશો

ગુજરાતની મુખ્ય નદીઓમાંથી એક સાબરમતી નદીમાં હવે કચરો નાખવો મોંઘો પડશે. અમદાવાદ મહાનગર પાલિકાના સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સાબરમતીમાં હવે કચરો નાખવા પર તમને દંડ થઈ શકશે. સાબરમતીમાં કચરો કે પૂજા સામગ્રીઓ નાખવા માટે હવે તમને 200 થી 500 રુપિયા દંડ થશે. આ માટે પ્રશાસનમાં શહેરની વચ્ચે સાબરમતી નદીના કિનારાઓ પર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.

5 દિવસમાં 500 ટન કરચો નીકળ્યો

અમદાવાદ માટે સાબરમતી નદી ઘણી મહત્વની છે અને નદીને સ્વચ્છ રાખવા માટે પ્રશાસન કોઈ પણ છૂટ મૂકવા માગતી નથી. અમદાવાદ મહાનગર પાલિકાએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધઆન વિજય રુપાણીએ સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે અનોખુ અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા 5 દિવસમાં મહાનગર પાલિકા દ્વારા 500 ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આ કચરામાંથી 352 ટન એટલે કે 65 ટકા પૂજાની સામગ્રીનો હતો.

આ પણ વાંચો: 'વાયુ'ને કારણે રાજકોટની સ્કૂલોમાં 13 તારીખે રજા જાહેર, NDRF તૈનાત

સૌથી વધુ કચરો પૂજાની સામગ્રીનો

મહાનગર પાલિકાના અધિકારીઓ અનુસાર, નદીમાં વિવિધ ધાર્મિક તહેવારો દરમિયાન ભગવાનની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ સિવાય લોકો દ્વારા પૂજાની સામગ્રીઓ સાબરમતી નદીમાં એમ જ ફેકી દેવામાં આવે છે. પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નદી કિનારે ભગવાનની મૂર્તિઓના વિસર્જન માટે કૂંડ બનાવવામાં આવ્યા હતા તેમ છતા લોકો દ્વારા મૂર્તિઓ નદીમાં વિસર્જન કરવામાં આવે છે.

gujarat gujarati mid-day