અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું નિધન

22 August, 2020 03:08 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું નિધન

પ્રફુલ બારોટ

અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટ (Praful Barot)નું આજે દુખદ નિધન થયું છે. પ્રફુલ બારોટ વર્ષ 1991થી 1992 સુધી અમદાવાદ શહેરના મેયર હતા. તેઓ બે દિવસ પહેલાં પોતાના ઘરની છત પર લપસી પડતા ઇજાગ્રસ્ત થયા હતા. તેમના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે, 'અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ.'

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું છે કે, 'અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ આપે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. ઓમ શાંતી..'

ઉલ્લેખનીય છે કે, પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. તેમણે વર્ષ 8 ફેબ્રૂઆરી 1991થી લઈને 8 ફેબ્રુઆરી 1992 સુધી ફરજ નિભાવી હતી

gujarat narendra modi Vijay Rupani ahmedabad