અમદાવાદના DEO એ શહેરની 102 સ્કુલોને ફટકારી નોટિસ, જાણો વિગતો...

18 July, 2019 04:56 PM IST  |  Ahmedabad

અમદાવાદના DEO એ શહેરની 102 સ્કુલોને ફટકારી નોટિસ, જાણો વિગતો...

Ahmedabad : અમદાવાદ શિક્ષણ વિભાગ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગે કડક પગલા ભરતા શહેરની 102 સ્કુલોને નોટીસ ફટકારી છે. વાત એવી છે કે રાજ્યમાં 2,136 બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં કેટલીક શાળાઓએ સાથ અને સહકાર ના આપતા આવી શાળાઓ સામે પગલા ભરવા આદેશ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આપ્યો હતો.

આ પણ જુઓ : અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

નોટીસ ફટકાર્યા બાદ 25થી 100
% ગ્રાન્ટ પણ કપાશે
સંયુક્ત શિક્ષણ નિયામકે અમદાવાદના DEO તરફથી અમદાવાદની 102 શાળાઓ સામે નોટીસ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે મુબજ અમદાવાદની 102 જેટલી શાળાઓની 25 ટકાથી 100 ટકા સુધીની ગાન્ટ કાપી લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી ભરતી પ્રક્રિયા સમયે કેટલીક શાળાઓ તરફથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ન યોજવા રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

તો કેટલીક શાળાઓ તો ઇન્ટરવ્યૂ કોલ લેટર ઇશ્યુ થયા બાદ પણ નિયત સમયે ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં હાજર રહી ન હતી. અમદાવાદની આવી તમામ 102 શાળાઓ સામે સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને નિયમાનુસાર પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો હતો.

ahmedabad gujarat