અમદાવાદમાં નહીં સર્જાય પાણીની અછતઃકલેક્ટર વિક્રાંત પાંડે

07 May, 2019 02:12 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં નહીં સર્જાય પાણીની અછતઃકલેક્ટર વિક્રાંત પાંડે

જિલ્લા કલેકટરે કરી ચર્ચા

રાજ્યમાં ઉનાળો આકરા પાણીએ છે. ત્યારે જુદા જુદા વિસ્તારોમાં પાણીની સમસ્યાની બુમરાણઓ ઉઠી રહી છે. જો કે બીજી તરફ અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ જિલ્લામાં પાણીની અછત નહીં સર્જાવાનું આશ્વાસન આપ્યું છે. ગુરુવારે જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેસમીક્ષા બેઠક યોજી હતી.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. કલેક્ટર વિક્રાંત પાંડેના કહેવા પ્રમાણે જિલ્લાના 447 ગામો અને 8 શહેરોમાં નર્મદાનું પૂરતુ પાણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત 35 બોરને મંજૂરી અપાઈ છે. તાલુકા પ્રાંત અધિકારીને જરૂરિયાત પ્રમાણે ટેન્કરથી પાણી આપવાનો પણ અધિકાર અપાયો છે. તો જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ વધુમાં કહ્યું કે પશુધન માટે પૂરતો ઘાસચારો પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ અંબાજીમાં કરા સાથે વરસાદ, કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

તો જરૂરિયાતવાળા ગામોમાં પાણીના ટેન્કર અને બોરની વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે. કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યુ કે જિલ્લાના ધંધુકાતાલુકાના અસરગ્રસ્ત એવા માત્ર બે ગામો સાલાસણ અને રંગપુર માં ટેન્કરથી પાણી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં પાણીના વધુ સઘન આયોજન માટે 5 કરોડના ખર્ચે 35 બોરની મંજુરી પણ આપી દેવામાં આવી છે એટલું જ નહિ નળ કાંઠાના ગામો પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સિંચાઇના આગોતરા આયોજન માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત 31 લાખ ઘન ફૂટ માટી ઉલેચી જિલ્લાના તળાવો ઉંડા કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, અધિક નિવાસી કલેક્ટર મેહુલભાઇ દવે, જીલ્લા પાણી પુરવઢા અદિકારી શ્રીમાણી, વિરમગામ પ્રાન્ત અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળા તથા ધંધુકા પ્રાન્ત અધિકારી, મામલતદાર અને અન્ય પ્રાન્ત અધિકારીઓએ હાજરી આપી હતી.

ahmedabad gujarat news