અમદાવાદઃ નદીમાંથી મળી આવી આશરે 13 લાખથી વધુની ચલણી નોટ

18 April, 2019 02:15 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ નદીમાંથી મળી આવી આશરે 13 લાખથી વધુની ચલણી નોટ

અમદાવાદની સાબરમતી નદીમાંથી જૂની ચલણી નોટ મળી આવતા ચકચાર મચી છે. સાબરમતી નદીમાંથી 13 લાખની કિંમતની જૂની ચલણી નોટ મળી આવી છે. 500 અને 1 હજારની સંખ્યાબંધ નોટ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. જો કે પોલીસ ગણતરી કરીને કુલ આંકડો જાહેર કરશે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં સાબરમતી નદીના પટમાંથી આ જૂની નોટ મળી આવી છે. જો કે આ નોટ કોણ ફેંકી ગયું ક્યારે ફેંકી ગયું તે અંગે હજી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની શંકા છે કે પકડાઈ જવાના ડરે કોઈ વ્યક્તિએ નોટોના બંડલ પાણીમાં ફેંકી દીધા હોઈ શકે છે.

આ પણ વાંચોઃ IPLમાં સટ્ટો લેતા સુરતના બે ગુજરાતી બુકી સહિત પાંચ પકડાયા

નોટબંધીના ત્રણ વર્ષે પણ જૂની ચલણી નોટ મળી આવતા નોટબંધી સામે પણ સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓમાં જૂની નોટો પકડાવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

ahmedabad gujarat news Crime News