અમદાવાદ ATSને મોટી સફળતા, ઝારખંડના વૉન્ટેડ નક્સલીની ધરપકડ

28 February, 2019 11:44 AM IST  |  અમદાવાદ

અમદાવાદ ATSને મોટી સફળતા, ઝારખંડના વૉન્ટેડ નક્સલીની ધરપકડ

ઝારખંડના વૉન્ટેડ નક્સલીની ધરપકડ

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે ઝારખંડના ધનબાદ પાસે માઈન્સ બિછાવી પોલીસની જીપ પર હુમલો કરનાર નક્સલીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આ નક્સલવાદી અમદાવાદ નજીક આવેલી રણોદરાની સ્ટીલની કંપનીમાં છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યો હતો. તે 4 વર્ષ પહેલા ઓઢવમાં વેપારી મહામંડળની કાંતિલાલ શેઠની સ્ટીલના પતરાની ફેક્ટરીમાં પણ કામ કરી ચૂક્યો છે.

ગુજરાત ATSને બાતમી મળી હતી કે ઝારખંડમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજગંજ પોલીસ વિસ્તારમાં માઈન્સ બિછાવી પોલીસની જીપ ઉડાડનાર નક્સલવાદી સીતારામ માંઝી રણોદરા પાસે છુપાયો છે. ATSની ટીમે તેનો ઝડપી પુછપરછ કરતા તે વર્ષ 2004માં ધનબાદની ક્રાંતિકારી કિસાન કમિટી નામની નક્સલવાદી જોડાયો હતો. 2009માં ધનબાદ અંગરપતરા રેલવે પોલીસ સ્ટેશનમાં હુમલો કરી રાઈફલોની લૂંટના ગુનામાં ઝડપાયો હતો. તેના જ ગામની શાળામાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ છે.

નક્સલવાદી સીતારામ છેલ્લા 4 વર્ષથી ઓઢવમાં વેપારી મહામંડળની સ્ટીલના પતરાની ફેક્ટરીમાં કામ કરતો હતો અને એક વર્ષ પહેલા જ તે રણોદરા પાસે સ્ટીલની કંપનીમાં જોડાયો હતો. સીતારામને પકડવા માટે ઝારખંડની સરકારે એક લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. હાલમાં આરોપીને ઝારખંડ પોલીસેન સોંપવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

gujarat ahmedabad jharkhand