અમિત શાહે પતંગ ચગાવી અને ગુજરાત બીજેપીના અધ્યક્ષે પકડી ફીરકી

15 January, 2020 10:33 AM IST  |  Ahmedabad

અમિત શાહે પતંગ ચગાવી અને ગુજરાત બીજેપીના અધ્યક્ષે પકડી ફીરકી

અમદાવાદમાં પતંગ ચગાવી રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને તેમની ફીરકી પકડીને ઊભા રહેલા બીજેપી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે અસલ અમદાવાદી સ્ટાઇલથી પતંગ ચગાવી હતી અને ગુજરાત બીજેપીના અધ્યક્ષ જિતુ વાઘાણીએ તેમની ફીરકી પકડી હતી. અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ઉત્તરાયણના પર્વનો આનંદ માણ્યો હતો. અમદાવાદના સૅટેલાઇટ વિસ્તારમાં આવેલા ફ્લૅટની ટેરેસ પર જઈને તેમણે પતંગ ચગાવવાની મોજ માણી હતી. અસલ અમદાવાદી સ્ટાઇલથી અમિત શાહે પતંગ ચગાવી હતી. અમિત શાહે લાંબા સમય સુધી પતંગ ચગાવી હતી. રાજકારણના એક્સપર્ટ અમિત શાહ પતંગ ચગાવવાના પણ એક્સપર્ટ જણાયા હતા. અમિત શાહ પતંગ ચગાવવા આગળ વધ્યા ત્યારે તેમની ફીરકી ગુજરાત બીજેપીના અધ્યક્ષ જિતુ વાઘાણીએ પકડી હતી એટલું જ નહીં, તેઓ દોરી લપેટતા પણ જોવા મળ્યા હતા.

અમિત શાહને મળવા માટે ટેરેસ પર મહિલાઓ આવી હતી તેમ જ ફ્લૅટના નાગરિકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.

gujarat ahmedabad amit shah Jitu Vaghani