અમદાવાદઃએરપોર્ટ પર બોમ્બના મેસેજથી અફરાતફરી

03 February, 2019 10:23 AM IST  | 

અમદાવાદઃએરપોર્ટ પર બોમ્બના મેસેજથી અફરાતફરી

અમદાવાદ એરપોર્ટ

અમદાવાદના ઈન્ટરનેશલ એરપોર્ટ પર બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળતા દોડધામ મચી હતી. મળતી માહિતી પ્રમાણે દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને આ માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતનો સ્ટાફ દોડતો થયો હતો.

મેસેજ મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવ્યું હતું. તો બોમ્બ સ્ક્વોડની મદદથી એરપોર્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પહોંચીને તપાસ પર નજર રાખી હતી. મળતી માહિતી પ્રમાણે ચિરાગ મહેતાના નામના કોઈ શખ્સે ફોન કરીને એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ આપ્યો હતો. મેસેજ પ્રમાણે 1.30 વાગે બોમ્બ ફૂટવાની ચેતવણી અપાઈ હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ, ઈન્દોર, ભોપાલ સહિત દેશનાં 16 એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ

આ મેસેજને કારણે એરપોર્ટની સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ હતી. દોડધામને કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા વધારી દેવાતા ફ્લાઈટના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે.

ahmedabad news