બાઇક પર બેસવાની ના પાડતાં અનુસૂચિત જાતિની યુવતીની હત્યા

10 May, 2019 12:32 PM IST  | 

બાઇક પર બેસવાની ના પાડતાં અનુસૂચિત જાતિની યુવતીની હત્યા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળામાં બુધવારની સાંજે બાઇક પર બેસવાની ના પાડતાં યુવકે અનુસૂચિત જાતિની યુવતીની બજારમાં ચાકૂ મારીને હત્યા કરી. યુવતીના બે અઠવાડિયા પછી લગ્ન થવાના હતા.

પોલીસ અનુસાર પીડિતા, પોતાની નાની બહેન સાથે બજારમાં ગઈ હતી. દરમિયાન આરોપી કેતન વાઘેલા પોતાના બે સાથી શ્રવણ અને ધીરજ સાથે આવ્યો અને મિતલને બાઇક પર બેસવા કહ્યું. તેને ના પાડતાં તેણે મિત્તલ ચાકૂના ઘા કર્યા અને તેના સાથીઓ સાથે ફરાર થઇ ગયો. પીડિતાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી અને સારવાર દરમિયાન બુધવારે રાતે તેનું મૃત્યુ થઇ ગયું. તેના પિતા રમેશ જાદવે હત્યા અને એસસી -એસટી એક્ટ સહિત અન્ય ધારાઓમાં રિપોર્ટ નોંધાવી.

ઘટનાની તપાસ ડીએસપી પીડી માનવાર કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ ગુરુવારે વાયરલ થઇ ગયો છે, જો કે ઘટના પાછળનું કારણ હજી અકબંધ જ છે.

આ પણ વાંચો : કડીઃ દલિત યુવકને ઘોડી પર બેસાડતા 40 પરિવારનો સામાજિક બહિષ્કાર

gujarat ahmedabad