ગુજરાત પોલીસનો આદેશ : રથયાત્રાના કારણે રજા માગવી નહીં

01 June, 2019 07:46 AM IST  |  અમદાવાદ

ગુજરાત પોલીસનો આદેશ : રથયાત્રાના કારણે રજા માગવી નહીં

ગુજરાત પોલીસ

ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર, નડિયાદ સહિતનાં નાનાં - મોટાં શહેરોમાં રથયાત્રાનું પર્વ ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસપૂર્વક ઊજવાય છે અને લાખ્ખોની સંખ્યામાં ભાવિકો તેમાં ઊમટતા હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે અને રજા નહીં માગવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો : રાજ્યમાં ગરમીનો કાળો કેરઃ આજે ઑરેન્જ અલર્ટ યથાવત

ગુજરાત પોલીસના પોલીસ મહાનિરિક્ષક (વહીવટ) નરસિમ્હા કોમારે ગુજરાતના તમામ પોલીસ કમિશનરો, અધિક પોલીસ મહાનિર્દેશકો, રેન્જ આઇ.જી.પી. તેમ જ ડી.આઇ.જી.પી., પોલીસ અધિક્ષકો સહિત તમામ પોલીસકર્મીઓને ઉદ્દેશીને આદેશ કર્યો છે કે અગામી તા.૦૪-૦૭-૨૦૧૯ના રોજ રથયાત્રાના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવાની પરિસ્થિતિ ખૂબ જ જરૂરી હોઈ રથયાત્રાના પર્વને ધ્યાને લઈ તા.૨૭-૦૬-૨૦૧૯થી તા.૦૭-૦૭-૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન કોઇપણ પ્રકારની રજાની માગણી ન કરવા જણાવવામાં આવે છે.

gujarat ahmedabad