અમદાવાદમાં અધધધ...૨૪૩૫ કરોડનું જીએસટી કૌભાંડ ઝડપાતાં ખળભળાટ મચ્યો

07 January, 2021 03:24 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં અધધધ...૨૪૩૫ કરોડનું જીએસટી કૌભાંડ ઝડપાતાં ખળભળાટ મચ્યો

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ નોર્થ કમિશનરેટની સેન્ટ્રલ જીએસટીની પાંખે ભરત ભગવાનદાસ સોની (શુકન સ્માઈલ સિટી, ન્યુ રાણીપ, અમદાવાદ)ની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. સોના, ચાંદી, હીરા અને જ્વેલરીની ખરીદીના ૨૪૩૫.૯૬ કરોડના બોગસ બિલ બનાવ્યાં અને ૭૨.૨૫ કરોડની બોગસ ઇનપુટ ક્રેડિટ લીધી. અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રો મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ભરત સોનીને રજૂ કરાયો હતો. જેણે ભરત સોનીને ૧૪ દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી ભરત સોનીએ કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. જીએસટી વિભાગના અંદાજ મુજબ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને ૩૦૦ કરોડ રૂપિયાની બનાવટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મેળવેલી હોઈ શકે છે.

gujarat ahmedabad goods and services tax