ASIની બર્થડે પાર્ટી કેસમાં કૃષ્ના વોટર પાર્કના માલિક સામે થશે કાર્યવાહી

20 September, 2019 04:05 PM IST  |  Rajkot

ASIની બર્થડે પાર્ટી કેસમાં કૃષ્ના વોટર પાર્કના માલિક સામે થશે કાર્યવાહી

Rajkot : રાજકોટમાં ગુરૂવારે કૃષ્ના વોટર પાર્કમાં પુર્વ ASI રાજભા ઝાલાની બર્થ ડે પાર્ટીમાં પોલીસે રેડ પાડી હતી. આ દારૂ પાર્ટીમાં 10 જેટલા પોલીસ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ કેસમાં રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંઘે જણાવ્યું હતું કે, 10 લોકો બહારથી જ દારૂ પીને પાર્ટીમાં આવ્યા હતા. તેમજ વોટર પાર્કના માલિક સામે પણ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટીમાં ભીનું સંકેલવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે પોલીસે 30 લોકોનાં મેડિકલ કર્યા બાદ 10 આરોપીને જામીન પર મુક્ત કર્યા છે. જેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યાં છે.

 

30માંથી 6 નિવૃત્ત પોલીસ કર્મચારી હતા

સીપીએ વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં 30માંથી 6 નિવૃત્ત પોલીસ કર્મચારીઓ હતાં. જેમાં 4 એસઆઇ, 1 કોન્સ્ટેબલ અને 1 નિવૃત્ત ડીવાયએસપીનો સમાવેશ થાય છે. 30 વ્યક્તિનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. 30 લોકોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં 10 લોકો દારૂ પીધેલા હોવાનું જાણવા મળ્યું છે.


પોલીસ ક્રિષ્ના વૉટર પાર્કના બદલે ક્રિષ્ના પાર્ક પહોંચી હતી!
રાજકોટના ક્રિષ્ના વૉટર પાર્કમાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થ-ડે પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીનાં આધારે પોલીસ દ્વારા ગુરૂવારે રાત્રે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ દરોડા પાડવા માટે ક્રિષ્ના વૉટર પાર્કના સ્થાને ક્રિષ્ના પાર્ક ખાતે પહોંચી ગઈ હતી. જેના કારણે મહેફિલ માણી રહેલાં કેટલાક લોકોને નાસી છૂટવાનો સમય મળ્યો હતો. પોલીસે ગઈકાલે રાત્રે જે સ્થળે દરોડા પાડ્યા તે ક્રિષ્ના વૉટર પાર્ક રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે આવેલું છે, જ્યારે પોલીસ બાતમી મળતાં રાજકોટ- જૂનાગઢ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે આવેલા ક્રિષ્ના પાર્ક પાસે પહોંચી હતી. આ મામલે સવાલ ઉદભવી રહ્યા છે કે શું પોલીસ જાણી જોઈને ક્રિષ્ના વૉટર પાર્કના સ્થાને ક્રિષ્ના પાર્ક પર પહોંચી હતી? જો પોલીસ નિયત સમયે ચોક્કસ જગ્યાએ પહોંચી હોત તો મહેફિલ માણનારા નાસી છૂટ્યા ન હોત.


આ પણ જુઓ : રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?

 10 લોકો પીધેલા હતા


1) જયેન્દ્રસિંહ ભૂપતસિંહ ગોહિલ (ઉ.વ.60)
2) સુખદેવસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉ.વ.51)
3) રમેશ ઘોઘા સિંધવ (ઉ.વ.40)
4) ભરત હરિશંકર ભરાડ (ઉ.વ.63)
5) હર્ષદ હરિ ઝાલા (ઉ.વ.68)
6) કૃષ્ણરાજસિંહ દાદુ જાડેજા (ઉ.વ.61)
7) તખુભા રામસીંગ તલાટિયા (ઉ.વ.63)
8) જયંતિ લક્ષમણ તલાટિયા (ઉ.વ.63)
9) ચંદ્રકાંત અમરચંદ મહેતા (ઉ.વ.65)
10) રમણીક લક્ષ્મણ જીંજવાડિયા (ઉ.વ.52)

gujarat rajkot