Gujaratમાં શું છે કેજરીવાલનો પ્લાન, ચૂંટણી પહેલા તોડી `આપ`ની સ્ટેટ યૂનિટ

08 June, 2022 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવી લીડરશિપ અને નવા નેતાઓની ટીમ દ્વારા ઉર્જા ભરવાનું કામ કરવામાં આવશે. આથી હિમાચલ પ્રદેશમાં પણ `આપ`એ પ્રદેશ સંગઠનને તોડી દીધો હતો અને નવી ટીમની પસંદગી કરી હતી.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

આમ આદમી પાર્ટીએ પોતાની ગુજરાત યૂનિટ તોડી દીધી છે. પાર્ટીએ પ્રદેશાધ્યક્ષ સિવાય બધા નેતાઓને પોતાના કામમાંથી મુક્ત કરી દીધા છે. આની સાથે જ બધા મોર્ચા તોડી પાડ્યા છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી લીડરશિપ અને નવા નેતાઓની ટીમ દ્વારા ઉર્જા ભરવાનું કામ કરવામાં આવશે. આથી હિમાચલ પ્રદેશમાં પણ `આપ`એ પ્રદેશ સંગઠનને તોડી દીધો હતો અને નવી ટીમની પસંદગી કરી હતી. મંગળવારે જ હિમાચલના નવા પ્રદેશાધ્યક્ષની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી હતી.

પાર્ટી તરફથી ટૂંક સમયમાં ગુજરાત માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી સંગઠનનું પુનર્ગઠન કરી કેટલાક એવા નેતાઓને સામેલ કરવા માગે છે, જેમની પબ્લિક વચ્ચે સાખ હોય અને જેમને ચહેરા તરીકે રજૂ કરી શકાય. આમ આદમી પાર્ટી અત્યાર સુધી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોઈ સીટ જીતી શકી નથી, પણ આ વખતે તેને આશા છે કે કૉંગ્રેસથી નારા અને નિરાશ લોકોના મત તેમને મળી શકશે. પાર્ટીએ રાજ્યની બધી 182 વિધાનસભા સીટ પર લડવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પોતે ઘણીવાર ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેઓ મહેસાણા ગયા હતા અને ધ્વજ યાત્રાના આયોજનમાં સામેલ થયા હતા. એટલું જ નહીં આમ આદમી પાર્ટી તરફથી સતત ગુજરાત મૉડલ પર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતની એક સરકારી સ્કૂલની તસવીરો મનીષ સિસોદિયાએ શૅર કરી હતી અને ભાજપ સરકારના કામકાજ પર પ્રશ્નો ઊઠાવ્યા હતા. નોંધનીય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસા ચૂંટણી થવાની છે અને તે પહેલા હલચલ ઝડપી થઈ છે. આ મહિનાની શરૂઆતમાં હાર્દિક પટેલે કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

gujarat gujarat news aam aadmi party gujarat elections