હાય કે મજબૂરી...કિડની વેચવા માટે સુરત સિવિલ હૉસ્પિટલ પહોંચ્યો યુવક

21 August, 2019 03:03 PM IST  |  સુરત

હાય કે મજબૂરી...કિડની વેચવા માટે સુરત સિવિલ હૉસ્પિટલ પહોંચ્યો યુવક

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક યુવકે સિવિલ હૉસ્પિટલ પહોંચીને ડૉક્ટરોને અનુરોધ કર્યો કે તેને પરિવારના ભરણ પોષણ માટે પૈસા મોકલવાના છે એટલે તે પોતાની કિડની વેચવા માંગે છે. યુવક બિહારના આરા જિલ્લાના બેલ્લાઉર ગામનો મૂળ નિવાસી છે, તે સુરતમાં છેલ્લા સાત વર્ષોથી નોકરી કરી રહ્યો છે.

પાંડેસરના ડાઈંગ મિલમાં સિક્યૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા 35 વર્ષિય રાજૂ વિરેન્દ્ર સિંહ મંગળવારે સવારે સિવિલ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટર પહોંચ્યો. તેણે મેડિકલ ઑફિસરને કહ્યું કે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે. તે પોતાની કિડની વેચીને પરિવારને પૈસા મોકલવા માંગે છે. રાજૂ સિંહ કહ્યું કે તેને પરિવારના ભરણ પોષણમાં આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તે બિહારનો છે. દર મહિને પૈસા મોકલે છે, પરંતુ તે ઓછા પડે છે.

આ પણ જુઓઃ પ્રેમના રંગે રંગાઈ સિંગર ઐશ્વર્યા મજમુદાર, આ ફોટોઝ છે સાબિતી

ટ્રોમા સેન્ટરના ઑફિસર ઉમેશ ચૌધરીએ યુવકને કહ્યું કે કિડની વેચી ન શકાય. તેના માટે કાયદાઓ છે. મોત પછી અથવા તો પોતાના નજીકના સંબંધીને દાન આપી શકાય છે. યુવક પોતાની નોકરીમાંથી દર મહિને 9 હજાર પગાર મેળવે છે તેમાંથી તે 5 હજાર ઘરે મોકલે છે.

surat gujarat