મુંદ્રામાંથી શંકાસ્પદ કાર્ગો જપ્ત

20 November, 2021 03:15 PM IST  |  Ahmedabad | Agency

આ કન્ટેનર મુંદ્રા કે ભારતના કોઈ ભાગ માટે નહોતું મોકલાયું, પણ પાકિસ્તાનના કરાચીથી સીધું ચીનના શાંઘાઈ માટે મોકલાયું હતું.

પ્રતીકાત્મક તસવીર

કસ્ટમ્સ અને ડીઆરઆઇના અધિકારીઓની ટીમે ગુરુવારે મુંદ્રા પોર્ટ પર વિદેશી જહાજમાંથી શંકાસ્પદ કન્ટેનરો જપ્ત કર્યાં હતાં. મુંદ્રા પોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આ કાર્ગો બિનજોખમી તરીકે નોંધાવાયું હતું, પણ તેમાં હેઝાર્ડ ક્લાસ-૭ માર્કિંગ હતું, જે કાર્ગો સંભવિત રીતે રેડિયોઍક્ટિવ હોવાનું સૂચવે છે. આ કન્ટેનર મુંદ્રા કે ભારતના કોઈ ભાગ માટે નહોતું મોકલાયું, પણ પાકિસ્તાનના કરાચીથી સીધું ચીનના શાંઘાઈ માટે મોકલાયું હતું. આ મામલે ડીઆરઆઇ તરફથી કશું સત્તાવાર રીતે જણાવાયું નથી.

gujarat news gujarat