અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા કરેલ ફરીયાદનું વેર વાળવા યુવકની હત્યા કરાઇ

20 September, 2019 05:30 PM IST  |  Ahmedabad

અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા કરેલ ફરીયાદનું વેર વાળવા યુવકની હત્યા કરાઇ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad : અમદાવાદમાં એક એવી ઘટના બની છે કે તમે જાણીને ચોકી જશો. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંઆજથી દોઢ વર્ષ પહેલા પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદનો ખાર રાખીને તેના જ સાથીએ યુવકની હત્યા કરી દીધી છે. આ ઘટનામાં દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃતક અને આરોપી બન્ને પહેલા ગુનાહિત કૃત્યોમાં જોડાયેલા હતા.


આ ઘટનાની વિગતો એવી છે કે,દાણીલીમડામાં લગભગ દોઢ એક વર્ષ પહેલા શરીફ મણિયાર નામના એક યુવકે મોહમંદ અકરમ વિરુદ્ધ એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી,જેની અંદાવત રાખીને મોહમંદ અકરમે શરિફ મણિયારાને બુધવારે સાંજના સમયે રહિમનગર પાસે વાતચીત કરવા માટે બોલાવ્યો હતો.શરીફ મણિયાર અકરમને મળવા માટે રહિમનગર ગયો હતો.દરમિયાન વાતો કરતા કરતા શરીફ મણિયારે અકરમ વિરુદ્ધ ફરિયાદ કેમ નોંધાવી તે મામલે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને પછી બન્ને હાથાપાઈ પર ઉતરી ગયા હતા.ત્યારે મોહમંદ અકમરે ગુસ્સામાં આવીને શરીફ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેથી શરીફ લોહીલૂહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડ્યો હતો.


આ અંગે આસપાસના સ્થાનિકોને જાણ થતાં શરીફને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે શરીફને મૃત જાહેર કર્યા હતા.બીજી બાજુ આ અંગે જાણ થતા મોહમંદ અકરમ ફરાર થઈ ગયો હતો, જોકે ગણતરીના કલાકોની અંદર દાણીલીમડા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.


સરેન્ડરની વાત કરતા હત્યાનો પ્લાન ઘડ્યો
પોલીસ ઈસ્પેક્ટર વી.આર.વસાવાએ જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી ચોરીનો ધંધો કરતા હતા પરંંતુ મૃતક શરીફે પોલીસ સમક્ષ સરેન્ડર કરવાની વાત કરી અને હવે તે ચોરીના ધંધામાં સામેલ થવા કહ્યું હતું.ઉપરાંત શરીફે દોઢ વર્ષ પહેલા એક ફરિયાદ પણ નોંધાવી હતી.જેની અદાવતના ધ્યાનમાં રાખીને શરીફને બોલાવીને પૂર્વ કાવતરુ રચીને આ હત્યા કરવામાં આવી હતી.

gujarat ahmedabad