World Cup 2019: પાકિસ્તાનને સપોર્ટ કરતી મહિલાની પોલીસે શરૂ કરી તપાસ

08 July, 2019 06:07 PM IST  |  અમદાવાદ

World Cup 2019: પાકિસ્તાનને સપોર્ટ કરતી મહિલાની પોલીસે શરૂ કરી તપાસ

ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા મંગળવારે ફાઈનલમાં પહોંચવા માટે ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાશે. ત્યારે વર્લ્ડ કપની અસર અમદાવાદમાં દેખાઈ રહી છે. કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક મહિલા પાકિસ્તાનની મેચ દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહી છે. સાંભળીને થશે કે આમાં ખોટું શું છે. બિલકુલ આ ઘટનામાં કશું ખોટું નથી. પરંતુ આ વીડિયોમાં ચોંકાવનારી બાબત એ છે કે વીડિયોમાં દેખાતી મહિલા નારા લગાવે છે કે ઈન્ડિયા સામે પણ પાકિસ્તાન જીતેગા.

આ વીડિયોમાં આ મહિલા પોતે અમદાવાદની હોવાની વાત કરી રહી છે. અને પાકિસ્તાનના ફૅન એવા એક અંકલ સાથે ઉભા રહીને ફોટો પણ પડાવે છે. મહિલાનો પાકિસ્તાનને સપોર્ટ કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ લોકો આ મહિલા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં આ મહિલા પોતે અમદાવાદના જુહાપુરામાં રહેતી હોવાનું કહી રહી છે. ત્યારે ગુજરાત પોલીસે હવે આ મહિલાની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ પોલીસે જુહાપુરામાં આ મહિલા ક્યાં રહે છે તેની તપાસ શરૂ કરી છે. પોલીસ શોધી રહી છે કે આ મહિલા કોણ છે. બે દિવસ અગાઉ પોલીસે જુહાપુરાની કેટલીક સોસાયટીમાં જઈને આ મહિલા વિશે માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. ફક્ત પોલીસ જ નહીં IB સહિતની એજન્સીઓ પણ આ મહિલાને શોધી રહી છે.

આ પણ વાંચોઃ આનંદીબેન પટેલની થઈ શકે છે ઘરવાપસી, મળી શકે છે ગુજરાતની આ જવાબદારી

ઈંગ્લેન્ડમાં રમાઇ રહેલી એક મેચમાં આ મહિલા પાકિસ્તાનને સપોર્ટ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મહિલા પોતે ઇન્ડિયાની છે અને અમદાવાદના જુહાપુરા હોવાનુ જણાવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતની તપાસ એજન્સીઓ મહિલાને શોધી રહી છે.

world cup 2019 ahmedabad news