વડોદરામાં ફરી એકવાર ગેસગળતર, 9 લોકોને અસર

20 June, 2019 06:09 PM IST  |  વડોદરા

વડોદરામાં ફરી એકવાર ગેસગળતર, 9 લોકોને અસર

વડોદરા શહેરમાં નંદેસરી GIDCમાં આવેલી પાનોલી કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. પાનોલી ઈન્ટરમિડીયેટ કંપનીમાં મોડી રા્રે ગેસ ગળતર થતાં 9 જેટલા કર્મચારીઓને આંખોમાં અસર થઇ હતી. આ 9 કર્મચારીઓને આંખોમાં બળતરા થતાં તમામને છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મળતી માહિતી પ્રાણે આ 9 કર્મચારીઓમાંથી 3ની હાલત ગંભીર છે, પરિણામે તેમને ICUમાં સારવાર અપાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે સુરક્ષાન કારણોસર કંપનીમાં ગેસ ખાલી કરાઈ રહ્યો હતો, ત્યારે જગેસ લીકેજની ઘટના બની. ઝેરી ગેસ લીકેજ થવાને કારણે કર્મચારીઓમાં અફરાતફરી મચી હતી. ગેસ લીક થતાં જ કર્મચારીઓને આંખોમાં બળતરા થવા લાગી અને દેખાવાનું બંધ થઈ ગયું હતું. તો અન્ય કેટલાક કર્મચારીઓને શરીરમાં પણ બળતરા થઇ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં અસર પામેલા 9 કર્મચારીઓ પૈકી 3 કર્મચારીઓને સવારે રજા આપી દેવામાં આવી હતી. જ્યારે 6 કર્મચારી હજી પણ સારવાર લઈ રહ્યા છે.

જેમાંથી 3 કર્મચારીઓને વધુ અસર થતા તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ ત્રણ કર્મચારીને કશુ જ નથી દેખાઈ રહ્યું. ડોક્ટરોનું કહેવું છે કે આ કર્મચારીઓને બે દિવસ પછી સારી રીતે દેખાતું થશે. નંદેસરી ખાતે આવેલી પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીમાં બનેલી ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગેસ ગળતર કેવી રીતે થયો તેના અંગે તપાસ શરૂ કરી છે. તો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ જો તમે બોર્ડની પરીક્ષા આપો છો, તો જાતે બદલી શક્શો કેન્દ્ર !

ઉલ્લેખનીય છે કે નંદેસરીની પાનોલી ઈન્ટરમીડિયેટ કંપનીમાં આ પહેલા પણ આ પ્રકારના બનાવ સામે આવી ચૂક્યા છે, જો કે આ કંપની સામે હજી સુધી કોઈ જ કાયદેસરના પગલાં લેવાયા નથી. કંપની દ્વારા આ ઘટનાઓ પર ઢાંક પિછોડો કરવામાં આવે છે.ો

gujarat news vadodara