અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા 100 ઓવરબ્રિજ બનાવીશું : રૂપાણી

27 October, 2019 12:56 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા 100 ઓવરબ્રિજ બનાવીશું : રૂપાણી

વિજય રૂપાણી

અમદાવાદ શહેરના પાલડી જંક્શનથી વાસણા સુધીના ફૉર-લેન ઓવરબ્રિજનું ૯૯ કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ જ રીતે શહેરના એસ.પી. રિંગ રોડ પર સાયન્સ સિટી જંકશન પર ૬ લેન ઓવર બ્રિજનું ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું હતું. તો એસ.પી. રિંગ રોડ પર ઝુંડાલ જંક્શન પર પણ એક ઓવરબ્રિજનું ખાતમુરત કરવામાં આવ્યું છે.

સાયન્સ સિટી ભાડજ જંક્શન પર ૬ લેન ઓવરબ્રિજ ૭૩.૩૮ કરોડના ખર્ચે તૈયાર થશે. આ જ રીતે ઝુડાલ સર્કલ પર ૬ લેન બ્રિજ ૬૦ કરોડના ખર્ચે તૈયાર થશે. આ બંને બ્રિજ આ વિસ્તારમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉપયોગી થશે. ઓવરબ્રિજના લોકાર્પણ અને ખાતમુરત પ્રસંગે શહેરીજનોને સંબોધતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે હાલમાં અંજલિ ઓવરબ્રિજ સાથે શહેરમાં ૫૫ જેટલા ઓવરબ્રિજ કાર્યરત છે અને આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ૧૦૦ ઓવરબ્રિજ તૈયાર કરવાનો નિર્ધાર છે.

આ પણ વાંચો : સુરતમાં 3.5 કરોડ રૂપિયાનું મ્યાઉં મ્યાઉં ડ્રગ્સ ઝડપાયું

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે વિશ્વના શહેરોની ગણનામાં અમદાવાદની ગણના થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. વિશ્વના ગ્રોથ સિટીમાં અમદાવાદ, સુરત, વડોદરા નોંધપાત્ર કામગીરી કરી રહ્યાં છે અને સ્માર્ટ સિટી અંતર્ગત આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, પર્યાવરણની જાળવણી, હૅરિટેજ સચવાય, જ્યાં માનવી ત્યાં સુવિધા એવી સુંદર વ્યવસ્થા બની રહે એ દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે.

gujarat Vijay Rupani ahmedabad