વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરનો આજે શિલાન્યાસ યોજાશે

28 February, 2020 11:48 AM IST  |  Mumbai Desk

વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરનો આજે શિલાન્યાસ યોજાશે

અમદાવાદના જાસપુર ખાતે આજે અને કાલે વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે જગત જનની મા ઉમિયાની ભવ્ય ઉમિયાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્યાતિભવ્ય ઉમિયાયાત્રામાં ૧૫ હજાર બાઇકર, ૩૦૦ કારચાલકો જોડાયા હતા. ૩૭ કિલોમીટર લાંબી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

અમદાવાદનાં ઘાટલોડિયાના પાટીદાર ચોકથી ૩૭ કિલોમીટર લાંબી ઉમિયાયાત્રાનો પ્રારંભ થયો હતો. પાટીદાર ચોકથી યાત્રા વંદેમાતરમ રોડ, ન્યુ રાણીપ થઈ નિર્ણયનગર, પ્રભાતચોક, રન્ના પાર્કથી સતાધારથી સૂરધારા સર્કલ અને સૂરધારા સર્કલથી ગુલાબ ટાવર, સાયન્સ સિટીથી ભાડજ સર્કલ સુધી અને ત્યાંથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે જશે. બાઇક-કાર રૅલીમાં લગભગ ૧૫૦૦થી વધુ બાઇક, ૩૦૦થી વધુ કાર, ૧૫ ટ્રૅક્ટર, ૧૬ આઇશર જોડાઈ છે. આ યાત્રામાં લગભગ ૧૦ હજારથી વધુ મા ઉમિયાના ભક્તો જોડાશે.

૨૮-૨૯ ફેબ્રુઆરી એમ બે દિવસના કાર્યક્રમમાં ૪૩૧ ફીટ ઊંચા અને ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. ૫૨ ફીટ ઊંચા સ્થાનક પર મા ઉમિયા બિરાજશે. આ કાર્યક્રમમાં મેયર અને ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે. ૪૩૧ ફીટ ઊંચા મંદિરનું ૧૦૦ વીઘાં જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયામાતાના બે લાખ ભક્તો ઊમટી પડશે.

gujarat ahmedabad