27 જાન્યુઆરીએ જ લેવાશે TATની પરીક્ષા

17 January, 2019 02:00 PM IST  | 

27 જાન્યુઆરીએ જ લેવાશે TATની પરીક્ષા

અનામતના અમલને કારણે રદ કરાઈ હતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ

કેન્દ્ર સરકારે જાહેર કરેલી સવર્ણ અનામતનો 14 જાન્યુઆરીથી ગુજરાતમાં અમલ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્ય સરકારે 14 જાન્યુઆરીથી અમલ શરૂ કર્યા બાદ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર અસર પડી રહી છે. જો કે TATની પરીક્ષા રાબેતા મુજબ જ યોજાવાની છે. સવર્ણ અનામતના અમલ બાદ સવાલ હતો કે 27 જાન્યુઆરીએ આ પરીક્ષા લેવાશે કે નહીં. પરંતુ આ પરીક્ષાની તારીખમાં કોઈ ફરેફાર કરાયો નથી

27 જાન્યુઆરીએ જ TATની પરીક્ષા યોજાશે. સાથે જ ટાટની પરીક્ષામાં સવર્ણ અનામત પમ લાગું નહીં થાય. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે 15 જાન્યુઆરીએ કહ્યું હતું કે અનામતનો લાભ આપવા માટેના નિયમો નક્કી થશે, બાદમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજશે.

આ પણ વાંચોઃ સવર્ણ અનામતની અસરઃ GPSCની પરીક્ષાના કાર્યક્રમમાં થશે ફેરફાર

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં પેપર લીક થવાને કારણે TATની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેના લીધે લગભગ દોઢ લાખ ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે TATની પરીક્ષામાં ઈબીસીનો નિયમ લાગુ કરવામાં આવશે કે નહીં તે ઉમેદવારો માટે એક મોટો પ્રશ્ન છે.

gujarat news