સ્વાઈન ફ્લૂનો કહેર, 53 દિવસમાં 50 લોકોના મોત

22 February, 2019 03:38 PM IST  |  રાજકોટ

સ્વાઈન ફ્લૂનો કહેર, 53 દિવસમાં 50 લોકોના મોત

સ્વાઈન ફ્લૂનો વધી રહ્યો છે કહેર

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સ્વાઈન ફ્લૂના ભરડામાં છે. છેલ્લા 12 કલાકમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂને કારણે 2 લોકોના મોત થયા છે. તો 53 દિવસમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂને કારણે 50 લોકોના મોત નીપજ્યા છે.

છેલ્લા બે દિવસમાં જેતલસરના 60 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો રાજકોટમાં 65 વર્ષીય વૃદ્ધા સ્વાઈન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા.

આ પણ વાંચોઃ સ્વાઈન ફ્લૂના સકંજામાં સૌરાષ્ટ્રઃ વધુ બે દર્દીઓનાં મોત, સતત વધી રહ્યા છે કેસ

હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 52 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં જેતપુર, વીછીયાં, પડઘરી, કોટડાસાંગાણી, રાજકોટ, જામકંડોરણ, ગોંડલ, જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ અને ગીર સહિતના ગામનો લોકોનો સમાવેશ થાય છે. 2019માં સ્વાઈન ફ્લૂના કુલ 230 દર્દીઓ જાહેર થયા છે. જ્યારે 50 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

gujarat news