સુરતની સાડી પર હવે સર્જિકલ સ્ટ્રાઇક

23 February, 2019 08:03 AM IST  |  સુરત | રશ્મિન શાહ

સુરતની સાડી પર હવે સર્જિકલ સ્ટ્રાઇક

સાડી પર સર્જિકલ સ્ટ્રાઈક

નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધીને દર્શાવતી સાડીઓ સુરતના ટેક્સટાઇલના મૅન્યુફૅક્ચર્સે બનાવ્યાં પછી હવે સર્જિકલ સ્ટ્રાઇક પણ સુરતની સાડીની ડિઝાઇનમાં આવી ગઈ છે. ગયા અઠવાડિયે લૉન્ચ કરવામાં આવેલી આ સાડીના ઑર્ડર પણ મળવા શરૂ થઈ ગયા છે. સુરતમાં આ ડિઝાઇનની સાડી તૈયાર કરનારા શુભ સાડીના માલિક અરવિંદ પટેલે કહ્યું હતું કે ‘મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીના ઑર્ડર નામપૂરતા હોય છે, પણ સર્જિકલ સ્ટ્રાઇક સાડીના ઑર્ડર એ પૅટર્ન લૉન્ચ કરી ત્યારથી જ આવવાના શરૂ થઈ ગયા છે. પંજાબ, હરિયાણાથી બહુ મોટી માત્રામાં ઑર્ડર મળે છે. સાત દિવસમાં છ હજારથી વધુ સાડીનો ઑર્ડર આવ્યો છે અને હજી ચાલુ જ છે.’

આ પણ વાંચો : બિનઅનામત વર્ગને વયમર્યાદામાં છૂટછાટ, 45 વર્ષ સુધી મળશે લાભ

સર્જિકલ સ્ટ્રાઇક સાડીની પૅટર્ન એક જ છે, પણ એમાં મટીરિયલ અલગ-અલગ છે. કુલ ચાર પ્રકારના મટીરિયલમાં મળતી આ સાડીની હોલસેલ પ્રાઇઝ ૧૨૦થી ૨૫૦ રૂપિયાની છે.

surat narendra modi priyanka gandhi pulwama district gujarat