સુરતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરતા ચકચાર

05 May, 2019 10:19 AM IST  |  સુરત

સુરતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરતા ચકચાર

સુરતમાં ફરી એકવાર મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. રાજ્યમાં વધતા જતા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે સુરતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી ખરવાસા રોડ પર દારુના અડ્ડા પાસે જ ભાઈએ ભાઈ પર હુમલો કરીને હત્યા કરી નાખી.

શનિવારે બનેલી આ ઘટનામાં 25 વર્ષના મીનતુ મિશ્રા પર તેના પોતાના જ ભાઈ પર છરી વડે હુમલો કર્યો. આરોપીએ પોતાના જ ભાઈ પર છરી વડે હુમલો કરતા મીનતુ મિશ્રાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ હુમલા બાદ ઈજાગ્રસ્તને 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

આ પણ વાંચોઃ રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

જો કે ઈજાગ્રસ્ત મીનતુ મિશ્રા પર થયેલો હુમલો એટલો ગંભીર હતો કે સારવાર મળે તે પહેલા જ મીનતુ મિશ્રાની મોત થઈ ગઈ. મીનતુ મિશ્રા પર તેના ભાઈએ પેટના અને પગના ભાગે છરીના ઘા માર્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Crime News surat gujarat news