નરેન્દ્ર મોદીના 70મા જન્મદિને 7000 કિલોની 700 ફુટ લાંબી કેક બનાવાશે

15 September, 2019 08:25 AM IST  |  સુરત

નરેન્દ્ર મોદીના 70મા જન્મદિને 7000 કિલોની 700 ફુટ લાંબી કેક બનાવાશે

નરેન્દ્ર મોદી

૧૭ સપ્ટેમ્બરે દેશના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૦મો જન્મદિવસ છે. શહેરની જાણીતી અને લોકપ્રિય બેકરી બ્રેડલાઇનર દ્વારા નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસના પ્રવેશ નિમિત્તે દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રેડલાઇનર બેકરી ૭૦૦૦ કિલોની ૭૦૦ ફુટ લાંબી ‘કેક અગેઇન કરપ્શન અગેઇન’ બનાવશે.

કેકનું નામ ‘કરપ્શન અગેઇન’ છે અને શહેરની સેલિબ્રિટી અને જાણીતી વ્યક્તિને બદલે ૭૦૦ પ્રામાણિક લોકો દ્વારા આ કેક કાપવામાં આવશે. ઉપસ્થિત રહેનાર લોકોને વિનામૂલ્ય કેક ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે બ્રેડલાઇનર બેકરી દ્વારા લાંબી કેક, ઝડપથી બનાવવાનો અને વધારે વજનની કેકનો રેકૉર્ડ બનશે.

આ પણ વાંચો : 7 દાયકામાં પહેલી વાર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ, PM કરશે વધામણા

બ્રેડલા‍ઇનરના તુષારભાઈ, ચંદ્રેશભાઈ અને નીતિનભાઈ કહે છે કે ‘દેશને શ્રેષ્ઠ વડા પ્રધાન મળ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે બ્રેડલાઇનર પરિવાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવશે. જે વ્યક્તિ વગરઅપેક્ષાએ સમાજ માટે કંઈ પણ કરે એના દ્વારા કેક કાપવામાં આવશે.

narendra modi surat gujarat