આજે ભારતના પાસપોર્ટની તાકાત દુનિયામાં વધી છે : મોદી

03 October, 2019 07:53 AM IST  |  અમદાવાદ

આજે ભારતના પાસપોર્ટની તાકાત દુનિયામાં વધી છે : મોદી

સાબરમતી આશ્રમમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્પી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના અવસરે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ ઍરપોર્ટ પર ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, બીજેપી પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણી, અમદાવાદ મેયર બીજલ પટેલ સહિત વિવિધ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍરપોર્ટ પર પોતાનું સંબોધન પણ કર્યું હતું.

ઍરપોર્ટ પર સભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે. ભારતના પાસપોર્ટને સન્માનની નજરથી જોવામાં આવે છે. દુનિયામાં ભારતની તાકાત વધી રહી છે.

ભારતની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં વધી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને યુએનમાં સારો પ્રભાવ મળ્યો હતો. યુએનનાં ૭૦ વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી ઘટના હતી.

એવું લાગી રહ્યું હતું કે દુનિયાના તમામ દેશોએ ભારતનો સ્વીકાર કરી લીધો છે. દુનિયાના દેશોમાં જાણીતા સંગીતકારો અને ગાયકોએ વૈષ્ણવ જન તો તેને કહીએ ગાયું હતું. યુએનમાં પણ આયુષ્યમાન ભારતની નીતિ અંગે ચર્ચાઓ થઈ હતી.

દરેક સમસ્યાના સમાધાનમાં ગાંધીની મહેક મળે જ છે. યુએનમાં આતંકવાદ પર સેમિનાર થયો, જેને જૉર્ડનના કિંગ દ્વારા હોસ્ટ કરાયો હતો. મને પણ આમંત્રિત કરાયો હતો. આતંકવાદ અંગેના વિચારો જૉર્ડનના કિંગે વ્યક્ત કર્યા હતા.

આ પણ વાંચો: દૂધ અમારું, વાસણ તમારું...ને ભાવમાં થશે લીટરે 4-6નો ફાયદો

હ્યુસ્ટનમાં બન્ને પક્ષોના નેતા હાજર હતા. ત્યાં ટ્રમ્પનું આવવું અને આટલો સમય રોકાવું એ ખુશીનો અવસર હતો. સિક્યૉરિટીની ચિંતા કર્યા વિના ટ્રમ્પે મારી સાથે વિક્ટરી વૉક કર્યું હતું.

ગુજરાતની માટીમાં તાકાત છે જ. આ માટીમાં સરદાર અને ગાંધીનો જન્મ થયો છે. નમન કરવાનો અવસર મળ્યો એના માટે આભારી છું.

gujarat ahmedabad narendra modi