ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર

23 May, 2019 07:42 PM IST  |  ગાંધીનગર

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર

I

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર થશે. 25 મે, 2019ના દિવસે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેરાત પ્રમાણે માર્ચ 2019માં લેવાયેલી ધોરણ 12ના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થશે.

શનિવારે સવારે 8 વાગે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.

અહીં જોઈ શક્શો પરિણામ

8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પર પરિણામ લાઈવ જોઈ શકાશે. www.gseb.org વેબસાઈટ પર તમે પરિણામ લાઈવ જોઈ શક્શો.

આ પણ વાંચોઃ ધો. 10નું આવ્યું પરિણામઃ સુરત જિલ્લો પ્રથમ ક્રમે, છોટાઉદેપુરનું સૌથી ઓછું

સાથે જ જિલ્લા કક્ષાએ નક્કી કરેલા સ્થળો પર શનિવારે જ માર્કશીટ પણ આપી દેવાશે. 25 મેના રોજ એટલે કે શનિવારે જ બપોરે 12 કલાકે નક્કી કરેલા સ્થળો પર માર્કશીટ પણ આપી દેવાશે. તો અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી માર્કશીટ મેળવી શકાશે.

gujarat news Election 2019