ચૂંટણી 2019:શંકરસિંહ વાઘેલાની જાહેરાત,'હું ચૂંટણી નથી લડવાનો'

25 March, 2019 01:00 PM IST  |  અમદાવાદ

ચૂંટણી 2019:શંકરસિંહ વાઘેલાની જાહેરાત,'હું ચૂંટણી નથી લડવાનો'

NCP નેતા શંકરસિંહ વાઘેલા

ભાજપે ગાંધીનગરથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપી, ત્યારથી આ બેઠક સતત ચર્ચામાં છે. અમિત શાહની સામે એનસીપી શંકરસિંહ વાઘેલાને ઉતારે તેવી શક્યતા હતી. ગાંધીનગર બેઠક પર અમિત શાહને ટક્કર આપવા બાપુ ચૂંટણી લડે તેવી ચર્ચા પણ ચાલતી હતી. આ મામલે ગુજરાત એનસીપીએ પક્ષના હાઈકમાન્ડને પણ રજૂઆત કરી હતી.

જો કે હવે ખુદ શંકરસિંહ વાઘેલાએ આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી જનથી લડવાના. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હું કિંગ નહીં કિંગમેકરની ભૂમિકામાં છું. હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો.

તો બીજી તરફ એનસીપી રાજ્યમાં તમામ બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. એનસીપીના નેતા જયંત બોસ્કીએ નિવેદન આપ્યું છે કે અમે ગઠબંધન માટે સાંજ સુધી રાહ જોઈ રહ્યા છીએ. જો ગઠબંધન નહીં થાય તો એનસીપી તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. ખુદ જયંત બોસ્કી પણ આણંદ બેઠક પરથી લડે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાના ઘરે ચૌકીદાર ચોર હૈ

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ બાપુનો પાંચમો પક્ષ છે. શંકરસિંહે રાજકીય કરિયર RSSથી શરૂ કરી હતી. 1995મા રાજ્યમાં ભાજપને સત્તા મળી તેમાં બાપુની પણ મહેનત હતી. જો કે પાછળથી તેમણે બળવો કરી રાષ્ટ્રીય જનતા પાર્ટી નામનો નવો પક્ષ રચ્યો. બાદમાં પક્ષને કોંગ્રેસમાં ભેળવી બાપુ કોંગ્રેસમાં જોડાયા. અને હવે તેઓ શરદ પવારની એનસીપીમાં છે. તો સામે બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા હાલ ભાજપના સભ્ય છે.

gujarat news gandhinagar Election 2019