સાપુતારા બન્યું પ્રવાસીઓનું ફેવરિટ, મોટી સંખ્યામાં ઉમટ્યા સહેલાણીઓ

02 June, 2019 05:34 PM IST  |  સાપુતારા

સાપુતારા બન્યું પ્રવાસીઓનું ફેવરિટ, મોટી સંખ્યામાં ઉમટ્યા સહેલાણીઓ

ઉનાળાની ગરમી લોકોને ત્રાહિમામ્ પોકારાવી રહી છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે જુદા જુદા અપનાવી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે હિલ સ્ટેશનો પર પણ જઈ રહ્યા છે. રાજ્યના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઉનાળુ વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે. બોટિંગ, રોપ વે અને એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા માટે લોકો ભીડ લગાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યનું ગિરિમથક સાપુતારા હવા ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીં કુદરતી સોંદર્ય અને માનસિક શાંતિ મેળવવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. ખાસ કરીને ગરમીમાં આ હિલ સ્ટેશન પર ઠંડક મેળવવા માટે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. હાલ મે મહિનો પૂરો થયો છે અને જૂન મહિનાની શરૂઆત છે, ત્યારે સાપુતરામાં કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતનું એક માત્ર અને સુંદર હિલ સ્ટેશન સાપુતારા, જુઓ તસવીરો

મોટી સંખ્યામાં સાપુતારામાં ફરવા આવેલ પ્રવાસીઓએ સર્પગંગા તળાવમાં બોટિંગ રાઈડની બોટ સવારી, વૈતી રિસોર્ટની રોપવે સવારી, બોટિંગ નજીક વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓ તથા ગવર્નરહીલ ઉપર ઘોડે સવારી, ઉંટ સવારી, બાયસિકલ સવારી, બાઈક સવારીની મઝા માણી હતી. સાપુતારામાં સાંજનાં સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેને કારણે પણ લોકોને ગરમીથી રાહત મળી હતી.

gujarat news