રાજકોટવાસીઓ આનંદો, હવે ઈલેક્ટ્રિક બસમાં કરી શકાશે મુસાફરી

03 April, 2019 06:52 PM IST  |  રાજકોટ

રાજકોટવાસીઓ આનંદો, હવે ઈલેક્ટ્રિક બસમાં કરી શકાશે મુસાફરી

આવી ગઈ છે નવી નક્કોર બસ

રાજકોટ શહેરના પ્રદૂષણમાં ઘટાડો થશે. શહેરમાં વધતા જતા પ્રદૂષણને નાથવા માટે હવે ઈલેક્ટ્રિક બસનો સહારો લેવાયો છે. રાજકોટવાસીઓને ટૂંક સમયમાં નવી નક્કોર લક્ઝરી બસમાં મુસાફરી કરવા મળશે.

રાજકોટના પ્રશાસને BRTSના રૂટમાં આ ઈલેક્ટ્રિક બસ ચલાવવાનો નિર્ણય લીધો છે. બસ આજે રાજકોટ પહોંચી ચૂકી છે. જેને ટૂંક સયમમાં જ રોડ પર દોડતી કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ગૌરવપથ પર પર્યાવરણ શુદ્ધિના ભાગરૂપે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે બજેટમાં 150 જેટલી ઈલેક્ટ્રીક બસ ખરીદવા જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટવાસીઓ 5 એપ્રિલથી BRTS રૂટ પર શરૂ કરવામાં આવશે. દોડાવવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ રાજકોટ ઝૂમાં ત્રણ સફેદ વાઘબાળનો જન્મ

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પ્રદૂષણ વધવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં પ્રદૂષણ વધ્યું છે. ત્યારે રાજકોટ તંત્ર દ્વારા નોંધપાત્ર નિર્ણય લેવાયો છે.

rajkot gujarat news