રાજકોટ ઝૂમાં ત્રણ સફેદ વાઘબાળનો જન્મ

રાજકોટ | Apr 03, 2019, 18:25 IST

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ત્રણ વાઘબાળનો જન્મ થયો છે. ગાયત્રી નામની વાઘણે આ બાળકોને જન્મ આપ્યો છે.

રાજકોટ ઝૂમાં ત્રણ સફેદ વાઘબાળનો જન્મ
રાજકોટ ઝૂમાં 3 વાઘબાળનો જન્મ

રાજકોટના ઝૂમાં ત્રણ નવા સફેદ વાઘબાળનું આગમન થયું છે. ગાયત્રી નામની સફેદ વાઘણે દિવાકર નામના સફેદ વાઘના સંવનનથી ત્રણ સફેદ વાઘબાળને જન્મ આપ્યો છે. જેમને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. માતા અને બચ્ચાઓ તંદુરસ્ત છે.

આ પહેલા ઝૂમાં ગાયત્રીએ દિવાકર સાથેના સંવનનથી ચાર સફેદ વાઘબાળને જન્મ આપ્યો હતો. જે મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વાઘણ ગાયત્રી, વાઘણ યશોધરા અને વાઘ દિવાકર છત્તીસગઢના ભીલાઈથી એક જોડી સિંહના બદલામાં લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધી સિંહોની વસતી, સિંહણે આપ્યો બે બચ્ચાઓને જન્મ

રાજકોટના ઝૂમાં ત્રણ સફેદ વાઘબાળનો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા કુલ 9 થઈ ગઈ છે. જેમાં પુખ્ત નર-1, પુખ્ત માદા-5 અને 3 બચ્ચાઓનો સમાવેશ થાય છે. હાલ ઝૂમાં 53 પ્રજાતિના કુલ 401 વન્યપ્રાણીઓ-પક્ષીઓ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK