ગુજરાતમાં પડી શકે છે વરસાદ, છત્રી લઇને નીકળજો

12 April, 2019 05:47 PM IST  | 

ગુજરાતમાં પડી શકે છે વરસાદ, છત્રી લઇને નીકળજો

ગુજરાતમાં પડી શકે છે વરસાદ

વધતી જતી ગરમીના કારણે વરસાદી માહોલ પણ સર્જાઈ રહ્યો છે. સમુદ્રમા દબાણમાં બદલાવના કારણે ગુજરાતના અમુક શહેરો પર વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. ગુજરાતના સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલટો થઈ શકે છે.

હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, જુનાગઢમાં પણ વાતાવરણ બદલાયું છે અને આ જગ્યાઓ પર વરસાદ તેમના પધરામણા કરી શકે છે. આ સિવાય બાકીના શહેરોમાં ગરમી યથાવત્ રહેશે. અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી ઉપર પહોચ્યું છે.

 

આ પણ વાંચો: આ ગુજરાતી સિરીયલો તમને યાદ કરાવી દેશે દૂરદર્શનનો જમાનો

 

અમદાવાદ સહિત શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાની માહિતીને ધ્યાનમાં રાખતા રાજ્યમાં બે તરફી વાતાવરણ પણ સર્જાયું છે. એકતરફ રાજ્યના ઘણા શહેરોમાં ધમધોકાટ તાપ જોવા મળ્યો છે અને બીજી બાજુ વરસાદી માહોલ સર્જાયો છે

gujarat