હાશ હવે તો આવશે ! રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી

19 July, 2019 12:29 PM IST  |  અમદાવાદ

હાશ હવે તો આવશે ! રાજ્યના આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી

હવે તો આવવો જ જોઈએ

એક તરફ ઉત્તર પૂર્વના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, લાખો જીવ જોખમમાં છે, ત્યારે બીજી તરફ ગુજરાત હજીય વરસાદ માટે તરસી રહ્યું છે. ખેડૂતોની સાથે હવે લોકો પણ ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના લોકો માટે સારા સમાચાર આપ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમાલયની તળેટીમાં સ્થિર થયેલો ટ્રફ નીચે સરકી રહ્યો છે. તેની સાથે જ બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોન સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે રાજ્યમાં 19થી 23 જુલાઈ એમ પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. આ પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે પણ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા છે. જો કે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી નથી. તો બીજી તરફ રાજકોટમાં ગુરુવારે સામાન્ય વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં બે ઈંચ વરસાદ પડતા લોકો ખુશખુશાલ થયા હતા. જો કે હવે ખેડૂતો માટે મુશ્કેલી વધી રહી છે. ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ વરસાદ આવતો નથી જેને પગલે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Siddharth Randeria: રંગભૂમિ ગજવતા ગુજ્જુભાઈના જુઓ પર્સનલ લાઈફના ફોટોઝ

બીજી તરફ અમદાવાદીઓ સતત ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં હજીય મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારથી શહેરનાં વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગની આગાહી છે. તેમજ 23 જુલાઇ સુધી વાદળિયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાયુ વાવાઝોડા પછી વરસાદની સિસ્ટમ નબળી પડી જતાં અમદાવાદમાં વરસાદ ખેંચાયો છે.

Gujarat Rains gujarat rajkot ahmedabad