સુરત: ફરી આગમાં સપડાયું કાપડ માર્કેટ, વેન્ટિલેશનના અભાવે આગ થઈ બેકાબૂ

21 January, 2020 05:20 PM IST  |  surat

સુરત: ફરી આગમાં સપડાયું કાપડ માર્કેટ, વેન્ટિલેશનના અભાવે આગ થઈ બેકાબૂ

રઘુવર સિલિયમ માર્કેટમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળે શૉટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. જોતજોતાંમાં આગ એટલી બધી ગઈ અને હાલ આગ લાગ્યાના લગભગ 10 કલાક થવા આવ્યા છતાં એક માળ પર આગ ઓલવાતાં બીજા માળ પર આગ વધી જતાં હજી આગ લેગાલી છે...

સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં શરૂઆતમાં આગ ચોથા માળે લાગી હતી ધીમે ધીમે આ આગે નીચેના ભાગની તમામ દુકાનેનો અડફેટે લેતાં ચોથા માળ સુધી ફેલાઇ ગઈ છે. આમ આ આખી બિલ્ડિંગમાં આગ ફેલાઇ ગઈ છે.

બ્રિગેડ કૉલ કરવામાં આવ્યો જાહેર
ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવ્યા બાદ તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતું આગ એટલી બધી વધી ગઈ હતી કે વધારે ગાડીઓ મંગાવવી પડી. આમ લગભગ 70 જેટલી ગાડીઓ તો બોલાવવામાં આવી ગઈ છે.

આગ હજી પણ બેકાબૂ
ફાયર બ્રિગેડના લશ્કરોની કુલ 76 જેટલી ગાડીઓ રઘુવીર માર્કેટ પહોંચી હતી આ ઉપરાંત સતત હજારો લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ પણ હજી આ આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

આ પણ વાંચો : સુરતના ઘોડદોડ પર આવેલા ત્રણ મોટાં કૉમ્પ્લેક્સ ફાયર સેફ્ટીના અભાવે સીલ કરાયાં

ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા પણ રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી. તે વખતે લશ્કરે આગ પર તરત જ કાબુ મેળવી લીધું હતું. જો કે, આ ઘટનમાંથી જે બોધપાઠ લેવાવો જોઇએ તે ન લેવાતાં આ ઘટના ફરી બની અને સ્થિતિ વધારે વકરી છે...

surat gujarat