PEPSICOએ 9 ખેડૂતો સામેના કેસ પાછા ખેંચ્યા

02 May, 2019 08:31 PM IST  |  અમદાવાદ

PEPSICOએ 9 ખેડૂતો સામેના કેસ પાછા ખેંચ્યા

આખરે પેપ્સિકો કંપનીએ બટાકાના 9 ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચ્યા છે. બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરાયેલા કેસ પેપ્સિકો કંપનીએ પાછા ખેંચ્યા. પેપ્સિકો કંપનીએ ગુરુવારે કમર્શિયલ કોર્ટમાંથી કેસ પાછા ખેંચ્યા છે. આ ઉપરાંત 2018ના વર્ષમાં પાંચ ખેડૂતો સામે કરાયેલા કેસ પણ પાછા ખેંચી લેવાયા છે.

ઉલ્લેખનીય છે કે પેપ્સિકોએ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગનો આરોપ મુકી બનાસકાંઠાના 4 ખેડૂતો સામે 1 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી ખેડૂતોએ બટાટાનું વાવેતર શરુ કર્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં 9 હજાર હેક્ટર અને અરવલ્લીમાં 21 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે જેમાંથી 18 હજારથી વધુ હેક્ટરમાં 15 હજાર જેટલા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકનું વાવેતર કરે છે. આ બંને જિલ્લામાં મેકેન, પેપ્સીકો, વિરાજ, હાઇફન, ઇસ્કોન બાલાજી સહિતની કંપનીઓ સક્રિય છે અને તેમના સંખ્યાબંધ કોલ્ડ સ્ટોરેજ છે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી ખેડૂતો બટાકા વાવ છે, પરિણામે ખાનગી કંપનીઓ 10થી 12 રૂપિયે કિલોના ભાવે બટાકા ખરીદી લે છે. જે ખેડૂતો માટે ફાયદા કારક છે. જો કે પેપ્સિકો કંપનીના FC5 જાતના બટકા અન્ય કંપનીએ વાવેતર કરાવતા આ પેપ્સિકોએ દાવો માંડ્યો હતો.

gujarat news