પાટીદારોનું પણ બંધારણ હોવું જોઈએ: હાર્દિક પટેલ

20 July, 2019 07:57 AM IST  |  અમદાવાદ

પાટીદારોનું પણ બંધારણ હોવું જોઈએ: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

બે દિવસ પહેલાં ઠાકોર સમાજ દ્વારા સમાજ માટે નવ મુદ્દાનું બંધારણ બનાવ્યું. જેમાં અપરીણિત યુવતીઓએ મોબાઇલ નહીં વાપરવાનો અને વડીલોની પરવાનગી વિના ઘરેથી ભાગી જઈને લગ્ન કરનારા યુવક-યુવતીના પરિવારે દંડ ભરવાના મુદ્દાના કારણે ખાસ્સો વિવાદ પણ થયો. જોકે આ વિવાદાસ્પદ બન્ને મુદ્દા પર વાત કરવાનું ટાળીને પાટીદાર અનામત આંદોલન સમિતિના ચેરમેન હાર્દિક પટેલે કહ્યું હતું કે બંધારણો હોવા જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પાટીદાર સમાજ માટે પણ બંધારણ હોવું જોઈએ, જેથી યુવાનો પર અમુક અંશે બંધનો આવે.

આ પણ વાંચો : વડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ

હાર્દિક પટેલે કહ્યું હતું કે અનુશાસન જરૂર છે. જો કોઈ જાતના બંધન ન હોય તો માણસ છાકટો થઈ જાય. એવું બને નહીં એટલે પણ નિયમ હોવા જોઈએ. જો પરિવારમાં નિયમો બનાવવામાં આવે તો વધારે સારું પણ જો પરિવારને બદલે સમાજ નિયમો બનાવે તો એમાં કશું ખોટું નથી.

gujarat hardik patel patidar anamat andolan samiti ahmedabad