કેન્દ્રની 19 ટીમોએ દવા છંટકાવ શરૂ કર્યો : ખેતરોમાં તીડોના ઢગલા

27 December, 2019 09:46 AM IST  |  Palanpur

કેન્દ્રની 19 ટીમોએ દવા છંટકાવ શરૂ કર્યો : ખેતરોમાં તીડોના ઢગલા

ખેતરોમાં તીડોના ઢગલા

પાકિસ્તાન અને રાજસ્થાનથી પ્રવેશેલાં તીડોએ બનાસકાંઠાના થરાદનાં ગામોમાં તરખાટ મચાવ્યો છે. ત્યારે તીડોને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારના તીડ નિયંત્રણ વિભાગની ૧૯ ટીમો બનાસકાંઠામાં દોડી આવી છે. તમામ ટીમો દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરીને તીડોનો સફાયો કરવામાં આવી રહ્યો છે, જેને પગલે ઠેર ઠેર તીડોના ઢગલા થયેલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : મહેસાણા અને ડીસા ઍરપોર્ટ પરથી શરૂ થશે ફ્લાઇટ, રિવરફ્રન્ટ પરથી સી પ્લેન પણ ઊડશે

ખેડૂતોના સહકારથી ૨૫થી વધુ ટ્રૅક્ટરો દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી પણ તીડ નિયંત્રણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ખેતીવાડી અને બાગાયત વિભાગની ૨૭ ટીમો તીડ સર્વેલન્સની કામગીરી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે તીડ નિયંત્રણ માટે દવાનો છંટકાવ સવારે સાડાછ વાગ્યાથી સાડાદસ વાગ્યા સુધી કરી શકાય છે.

gujarat