ભવ્ય જીત બાદ આજે વતન આવશે અમિત શાહ અને PM મોદી

26 May, 2019 02:27 PM IST  |  અમદાવાદ

ભવ્ય જીત બાદ આજે વતન આવશે અમિત શાહ અને PM મોદી

Image Courtesy : PTI

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા બાદ પીએમ મોદી અને ભાજપની જીતના ચાણક્ય મનાતા અમિત શાહ રવિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને સાથે પોતાના વતન એવા ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સાંજે 5 વાગે પીએમ મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે. બાદમાં અમદાવાદના ખાનપુરમાં પીએમ મોદી અને અમિત શાહનો અભિવાદન કાર્યક્રમ યોજાશે.

ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપેલી માહિતી પ્રમાણે, 'તેઓ પ્રથમ એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમા ઉપર PM નરેન્દ્ર મોદી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પુષ્પાંજલિ કરીને શાહીબાગ ડફનાળાથી રિવરફ્રન્ટના રસ્તે ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલયે જશે. આ બંને સપૂતો ત્યાં જે. પી. ચોકમાં આભારદર્શન સભાને સંબોધશે. જાહેરસભા બાદ PM મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરીને સોમવારે સવારે દિલ્હી પરત જશે.'

માતા હીરાબા સાથે કરશે મુલાકાત

તો વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં હીરાબા સાથે પણ મુલાકાત કરશે. ચૂંટણી જીત્યા બાદ અને બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા પીએમ મોતી માતાના આશીર્વાદ લેશે. માતા હીરા બા સાથે થોડો સમય વીતાવ્યા બાદ પીએમ રાજભવનમા થોડો સમય રોકાય તેવી શક્યતા છે.

જડબેસલાક સુરક્ષા

પીએમ મોદી અને અમિત શાહના આગમનને કારણે ખાનપુરમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષા માટે 5 ડીસીપી, 14 એસીપી, 23 પીઆઈ, 80 PSI, 1,600 પોલીસ જવાનો તહેનાત રહેશે. ડ્રોન ઉપર પ્રતિબંધ મુકી નો ફલાય ઝોન જાહેર કરાયો છે. એરપોર્ટથી ખાનપુર અને સભાના રૂટ પર IPS સહિત બે હજાર જવાનો તહેનાત રહેશે.

narendra modi amit shah gujarat ahmedabad Gujarat BJP