2 જુલાઇએ રજૂ થશે ગુજરાતનું બજેટ, સત્ર તોફાની બને તેવી શક્યતા

01 July, 2019 12:54 PM IST  | 

2 જુલાઇએ રજૂ થશે ગુજરાતનું બજેટ, સત્ર તોફાની બને તેવી શક્યતા

2 જુલાઈએ રજૂ થશે બજેટસત્ર

ગુજરાતમાં આવતીકાલે એટલે કે 2 જુલાઇથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. 21 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર રોજગારી,GDP, પાણી, લઘુ ઉદ્યોગો તથા કૃષિ પર પ્રાધાન્ય વધુ રહેશે. સત્રના પહેલા જ દિવસે નાણાપ્રધાન નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. સરકારના આ બજેટમાં મોદી સરકારના 100 દિવસના એજન્ડ પર વધુ ધ્યાન આપવામાં આવશે. મહત્વનું છે તે આ સત્ર વધુ તોફાની બની રહેશે. કારણ કે સત્ર દરમ્યાન વિરોધપક્ષ પણ સુરત અગ્નિકાંડ, ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા અને દલિતોના મદ્દા પર સરકારને દબોચવા માંગશે.

ઉલ્લેખનીય છે કે 2 જૂલાઈથી શરુ થનારૂ બજેટસત્ર વિજય રૂપાણી સરકાર માટે પડકારસ્વરૂપ રહેશે. ચોમાસા બજેટ સત્રમાં સરકાર 2019-20નું સંપૂર્ણ બજેટ જાહેર કરશે. 21 દિવસ સુધી ચાલનારા આ સત્રના પહેલા દિવસ રજૂ થનારા બજેટમાં નીતિન પટેલ નવી જોગવાઈઓ, નીતિએ અને યોજનાઓ રજૂ કરવામાં આવશે. આ સિવાય 7 જેટલા બિલો પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. આ બજેટ સત્રમાં સુરત તક્ષશીલા કોમ્પલેક્ષમાં આગમાં મૃત્યુ પામેલા બાળકો અને ખેડૂતોની સ્થિતિ વિશે સરકારને ઘેરવાના પ્રયત્નો કરશે.

નીતિન પટેલ દ્વારા રજૂ થનારૂ આ બજેટ 2 લાખ કરોડની આસપાસ પહોંચી શકે છે. ગુજરાત સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યુ હતુ અને આગામી છ મહિનાના ખર્ચાની જોગવાઈ પસાર કરી હતી. સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર 6 મહિને બોલાવવામાં આવે છે જેના કારણે ચોમાસા સત્રના પહેલા દિવસે બજેટ રજૂ કરાશે.

gujarat Budget 2019 gujarati mid-day