ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનું કડક પાલન થશે, પોલીસ તૈયાર

16 September, 2019 07:59 AM IST  | 

ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનું કડક પાલન થશે, પોલીસ તૈયાર

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મોટર-વેહિકલ ઍક્ટમાં સુધારો કરી નવા નિયમો બહાર પાડ્યા છે ત્યારે આજથી ગુજરાતમાં આ નિયમનો કડકપણે અમલ કરવામાં આવશે. રાજ્યભરની તમામ પોલીસ આજથી આ કાયદાનો કડક અમલ કરાવશે.આ નવા કાયદામાં વધારે દંડથી બચવા માટે જનતા અત્યારથી દોડધામ કરી રહી છે. કેટલાક લોકો પીયુસી લાઇનોમાં જોવા મળે છે તો કેટલાક લોકો આરટીઓમાં લાઇસન્સની કે એચએસઆરપી નંબર પ્લેટની લાઇનમાં ઊભેલા જોવા મળે છે.

રાજ્ય સરકારે પીયુસીમાં રાહત આપીને ૧ ઑક્ટોબરથી ફરજિયાતનો આદેશ આપ્યો છે અને એચએસઆરપી નંબર પ્લેટ માટે પણ રૂપાણી સરકારે ૧૭ ઑક્ટોબર સુધી પ્રજાને રાહત આપી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આજથી ગુજરાતમાં કડક ટ્રાફિક નિયમોનું પાલન કરવું જ પડશે નહીં તો આકરા દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

આ પણ વાંચો:ગુજરાતમાં 60% મહિલાઓ હેર સ્ટાઇલ ન બગડે એટલે હેલ્મેટ નથી પહેરતી

અહીં ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ-કૉન્ફરન્સ કરી જણાવ્યું હતું કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની ૫૦ કલમોમાં ફેરફાર કરી દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં મોટર વેહિકલ ઍક્ટના નવા નિયમોનો અમલ ૧૬ સપ્ટેમ્બરથી થશે.

gujarat gujarati mid-day